Gujarat Tak
BREAKING
Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું પહોંચ્યું ₹1.54 લાખને પાર, જુઓ 1 મહિનાની સરખામણીએ કેટલો ભાવ ઘટ્યો ! | Bra પહેરવાથી Breast Cancer થાય? લક્ષણો શું છે? નિદાન કેવી રીતે થાય? જાણો એક્સપર્ટ પાસેથી | બિગ બોસ 20ની હોટ ફેવરિટ સ્પર્ધક કનિકા કૌરનો પરિવાર જુઓ | જમીન ધારકો માટે મોટો નિર્ણય: ટુકડા ધારાના જૂના કેસોમાં હવે દંડ નહીં ભરવો પડે, જાણો નવા કાયદાના મુખ્ય ફાયદા | લોકરક્ષક કેડરના ઉમેદવારો માટે અગત્યના સમાચાર: 30 સપ્ટેમ્બરથી થશે દસ્તાવેજ ચકાસણીની શરૂઆત, જાણો સાથે રાખવાના ડૉક્યુમેન્ટનું ચેકલિસ્ટ | વિનેશ ફોગાટને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો, વર્લ્ડ ચેમ્પિયનશિપની ટ્રાયલમાં ભાગ નહીં લઈ શકે | Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું પહોંચ્યું ₹1.54 લાખને પાર, જુઓ 1 મહિનાની સરખામણીએ કેટલો ભાવ ઘટ્યો ! | Bra પહેરવાથી Breast Cancer થાય? લક્ષણો શું છે? નિદાન કેવી રીતે થાય? જાણો એક્સપર્ટ પાસેથી | બિગ બોસ 20ની હોટ ફેવરિટ સ્પર્ધક કનિકા કૌરનો પરિવાર જુઓ | જમીન ધારકો માટે મોટો નિર્ણય: ટુકડા ધારાના જૂના કેસોમાં હવે દંડ નહીં ભરવો પડે, જાણો નવા કાયદાના મુખ્ય ફાયદા | લોકરક્ષક કેડરના ઉમેદવારો માટે અગત્યના સમાચાર: 30 સપ્ટેમ્બરથી થશે દસ્તાવેજ ચકાસણીની શરૂઆત, જાણો સાથે રાખવાના ડૉક્યુમેન્ટનું ચેકલિસ્ટ | વિનેશ ફોગાટને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો, વર્લ્ડ ચેમ્પિયનશિપની ટ્રાયલમાં ભાગ નહીં લઈ શકે |
ADVERTISEMENT

સ્પા કે વેશ્યાગૃહમાં ગ્રાહક તરીકે પકડાયા તો કેસ થશે કે નહીં? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

Gujarat High Court spa customer case: ગુજરાત હાઈકોર્ટે સ્પા અને વેશ્યાગૃહમાંથી ગ્રાહક તરીકે પકડાયેલા વ્યક્તિ સામે માત્ર હાજરીના આધારે ITPA હેઠળ કેસ ચલાવી શકાય નહીં તેમ કહ્યું.
સ્પા કે વેશ્યાગૃહમાં ગ્રાહક તરીકે પકડાયા તો કેસ થશે કે નહીં? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
Priyanka Panchal 04 Sep, 2026 06:34 AM
ADVERTISEMENT

ગુજરાત હાઇકોર્ટેડ ચુકાદો આપતા કહ્યું કે સ્પા અથવા વેશ્યાગૃહમાંથી જે ગ્રાહકો પકડાય છે તેની સામે ઇમોરલ ટ્રાફિક (પ્રિવેશન) એક્ટ 1956 હેઠળ ગુનો ગણાય નહીં. પરંતુ જો વ્યક્તિ ગ્રાહક નહીં પરંતુ વેશ્યા ગૃહ ચલાવવા, વેશ્યાવૃત્તિથી કમાણી કરવી અથવા કોઈ વ્યક્તિને વેશ્યાવૃત્તિમાં ધકેલવા જેવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વ્યક્તિની પરિસ્થિતિમાં કેસ ચલાવી શકાય છે.

ગુજરાત હાઇકોર્ટે આ ચુકાદો સુરતના ઓલપાડ વિસ્તારમાં ધરોડા દરમિયાન એક વ્યક્તિ વેશ્યાગૃહ માંથી ગ્રાહક તરીકે ઝડપાયો હતો. બાદમાં ઓલપાડ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી ત્યાર પછી ચાર્ટ સીટ અને ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ કાર્યવાહી સામે ગ્રાહકે ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

હાઈકોર્ટે શું કહ્યું?

કોર્ટ સમક્ષ આવેલા કેસમાં અરજદાર સામે ઈમોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટની કલમ 3, 4 અને 5 સહિતની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

હાઈકોર્ટે આ જોગવાઈઓનો અર્થ સમજાવતા નોંધ્યું કે કલમ 3 હેઠળ વેશ્યાગૃહ ચલાવવા અથવા જગ્યા વેશ્યાગૃહ તરીકે ઉપયોગમાં લેવા દેવા જેવી ભૂમિકા જરૂરી છે. કલમ 4 અન્ય વ્યક્તિની વેશ્યાવૃત્તિની કમાણી પર જાણપૂર્વક જીવવા સાથે સંબંધિત છે, જ્યારે કલમ 5 કોઈ વ્યક્તિને વેશ્યાવૃત્તિ માટે પ્રેરિત કરવા, લઈ જવા અથવા તેમાં ધકેલવા જેવી બાબતો સાથે સંબંધિત છે.

આ કેસમાં અરજદાર સામે આવી કોઈ ભૂમિકા હોવાના જરૂરી તત્ત્વો દેખાતા ન હતા. ફરિયાદ અને ચાર્જશીટ મુજબ તેની ભૂમિકા મુખ્યત્વે ગ્રાહક તરીકે સ્થળ પર હાજર હોવા અને પૈસા ચૂકવવા સુધીની હતી. તેથી માત્ર આ આધાર પર ઉપરોક્ત કલમો હેઠળ કાર્યવાહી ચાલુ રાખવી કાયદેસર રીતે યોગ્ય નથી તેમ કોર્ટે માન્યું.

ઓલપાડ કેસમાં FIR અને ચાર્જશીટ રદ

ગુજરાત હાઇકોર્ટે ગ્રાહક તરફથી નિર્ણય આપતા આદેશ આપ્યો કે તેમના સામે નોંધાયેલ FIR, ચાર્જશીટ અને ફોજદારી કલમો રદ કરવા કહ્યું હતું. આ નિર્ણય ફક્ત સંબંધિત અરજદાર પૂરતો જ સીમિત છે.

કોર્ટે અગાઉના પોતાના કેટલાક ચુકાદાઓનો પણ આધાર લીધો હતો. તેમાં ગ્રાહક અને વેશ્યાવૃત્તિના વ્યવસાય સાથે સંકળાયેલા સંચાલક, દલાલ અથવા અન્ય વ્યક્તિ વચ્ચે કાયદાકીય તફાવત કરવામાં આવ્યો હતો.

શું હવે ગ્રાહક સામે ક્યારેય કેસ નહીં થાય?

આ ચુકાદાનો અર્થ એવો નથી કે દરેક પરિસ્થિતિમાં ગ્રાહક સામે કોઈ ગુનો નોંધાઈ જ નહીં શકે. હાઈકોર્ટનો નિર્ણય આ ચોક્કસ કાયદાકીય જોગવાઈઓ અને કેસમાં સામે આવેલા તથ્યો પર આધારિત છે.

જો કોઈ વ્યક્તિ માત્ર ગ્રાહક હોવાને બદલે વેશ્યાગૃહ ચલાવવામાં, વ્યવસ્થાપનમાં, કમાણીમાં અથવા કોઈ વ્યક્તિને વેશ્યાવૃત્તિમાં ધકેલવામાં સંડોવાયેલા હોવાનો કાયદેસર પુરાવો હોય, તો તેની સામે અલગ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. આ કેસમાં ગ્રાહક આવી કોઈ ભૂમિકામાં ઠંડોવાયેલો ન હોવાને કારણે કાર્યવાહી ચાલુ રાખવાનો યોગ્ય ન હોવાનું કોર્ટે માન્યું.

હાઈકોર્ટના ચુકાદાનો સાર

મુદ્દો હાઈકોર્ટનો અભિપ્રાય
ગ્રાહક તરીકે હાજરી માત્ર હાજરીથી ITPAની કલમ 3, 4 અથવા 5 લાગુ પડતી નથી
વેશ્યાગૃહ ચલાવવું કલમ 3 હેઠળ ગુનો બની શકે
વેશ્યાવૃત્તિની કમાણી પર જીવવું કલમ 4 હેઠળ કાર્યવાહી થઈ શકે
કોઈ વ્યક્તિને વેશ્યાવૃત્તિમાં ધકેલવી કલમ 5 હેઠળ કાર્યવાહી થઈ શકે
ઓલપાડ કેસના અરજદારની ભૂમિકા ગ્રાહક તરીકે દર્શાવવામાં આવી હતી
હાઈકોર્ટનો આદેશ અરજદાર સામેની FIR, ચાર્જશીટ અને અનુસંગી કાર્યવાહી રદ

અગાઉના ચુકાદાઓથી પણ મળ્યો હતો આધાર

ગુજરાત હાઇકોર્ટે અગાઉ પણ આવા જ ગ્રાહક ની ભૂમિકામાં આપેલ ચુકાદાઓને ધ્યાનમાં રાખીને આ ચુકાદો આપ્યો છે. જૂન 2025માં Bhaliya Sureshbhai Laljibhaiના કેસમાં અને ત્યારબાદ અન્ય કેસોમાં પણ કોર્ટે કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ કુટણખાના કે પા માંથી દેવ વ્યાપાર ચાલતો હોય અને ત્યાંથી કોઈ ગ્રાહક તરીકે પકડાયેલી વ્યક્તિ સામે ITPA ની કેટલીક જોગવાઈઓ અનુસાર ગ્રાહક વિરુદ્ધ કાર્યવાહી ચલાવી શકાય નહીં. પરંતુ જો ગુનાના જરૂરી પુરાવા સાબિત થતાં ન હોય તો જ.

આથી ઓલપાડનો તાજો ચુકાદો પણ એ જ કાયદાકીય સિદ્ધાંતને આગળ વધારે છે કે માત્ર સ્થળ પર હાજર હોવું અને ગ્રાહક હોવું એ પોતે જ વેશ્યાગૃહ ચલાવવા અથવા વેશ્યાવૃત્તિ માટે કોઈ વ્યક્તિને પ્રેરિત કરવા સમાન નથી.

Link copied!