Gujarat Tak
BREAKING
ગુજરાત સરકારની મોટી જાહેરાત: ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારીની 350 નવી જગ્યાઓ મંજૂર | ખેડૂતો માટે મોટા સમાચાર: મગફળી સહિત 4 પાકની ટેકાના ભાવે ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી નોંધણી, જાણો ભાવ અને સંપૂર્ણ પ્રક્રિયા | ભાવનગરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઝોનલ મેનેજર પોસ્ટ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2026 | GSSSB CCE Call Letter 2026 OUT: આ રીતે કરો ડાઉનલોડ | Gujarat Police Bharti: LRD ઉમેદવારો માટે મોટા સમાચાર, પરીક્ષામાં 388 ઉમેદવારોને બોર્ડ દ્વારા ગેરલાયક ઠરાવ્યા, જાણો તમારું નામ લીસ્ટમાં છે કે નહીં? | આ અઠવાડિયામાં આવીરહ્યા છે નવા 15 IPO, કયો ભરવો અને કયો ન ભરવો? જાણો માહિતી | ગુજરાત સરકારની મોટી જાહેરાત: ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારીની 350 નવી જગ્યાઓ મંજૂર | ખેડૂતો માટે મોટા સમાચાર: મગફળી સહિત 4 પાકની ટેકાના ભાવે ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી નોંધણી, જાણો ભાવ અને સંપૂર્ણ પ્રક્રિયા | ભાવનગરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઝોનલ મેનેજર પોસ્ટ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2026 | GSSSB CCE Call Letter 2026 OUT: આ રીતે કરો ડાઉનલોડ | Gujarat Police Bharti: LRD ઉમેદવારો માટે મોટા સમાચાર, પરીક્ષામાં 388 ઉમેદવારોને બોર્ડ દ્વારા ગેરલાયક ઠરાવ્યા, જાણો તમારું નામ લીસ્ટમાં છે કે નહીં? | આ અઠવાડિયામાં આવીરહ્યા છે નવા 15 IPO, કયો ભરવો અને કયો ન ભરવો? જાણો માહિતી |
ADVERTISEMENT

TAT Exam: TAT પરીક્ષાને લઈને 20 સપ્ટેમ્બર સુધી ફરજિયાત રજાનો પત્ર વાયરલ, શિક્ષણ વિભાગે કરી સ્પષ્ટતા

TAT Exam: TAT પરીક્ષાને લઈને 20 સપ્ટેમ્બર સુધી ફરજિયાત રજાનો વાયરલ પત્ર ખોટો છે. શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી કે આવો કોઈ સત્તાવાર પત્ર બહાર પાડવામાં આવ્યો નથી.
TAT Exam: TAT પરીક્ષાને લઈને 20 સપ્ટેમ્બર સુધી ફરજિયાત રજાનો પત્ર વાયરલ, શિક્ષણ વિભાગે કરી સ્પષ્ટતા
GujaratTak Desk 24 Aug, 2026 04:43 PM
ADVERTISEMENT

ગાંધીનગર: રાજ્યમાં TAT પરીક્ષાને લઈને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક પત્રને શિક્ષણ વિભાગે ખોટો ગણાવ્યો છે. વાયરલ પત્રમાં TAT પરીક્ષાને ધ્યાનમાં રાખીને 20 સપ્ટેમ્બર સુધી ફરજિયાત રજા જાહેર કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

TAT Exam Fake Letter Viral

શિક્ષણ વિભાગે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે ફરજિયાત રજા અંગે વિભાગ દ્વારા આવો કોઈ પત્ર બહાર પાડવામાં આવ્યો નથી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પત્રમાં આપવામાં આવેલી વિગતો પણ સત્ય નથી.

વાયરલ પત્રમાં TAT પરીક્ષાને લઈને શાળાઓમાં ફરજિયાત રજા અંગે સૂચનાઓ આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પત્ર ઝડપથી સોશિયલ મીડિયામાં ફેલાતા શિક્ષણ ક્ષેત્રમાં પણ ચર્ચા શરૂ થઈ હતી.

TAT પરીક્ષાને લઈને 20 સપ્ટેમ્બર સુધી ફરજિયાત રજાનો પત્ર વાયરલ, શિક્ષણ વિભાગે કરી સ્પષ્ટતા

મામલો ધ્યાનમાં આવ્યા બાદ શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે વાયરલ થયેલો પત્ર સત્તાવાર રીતે ક્યારેય પણ જાહેર કરવામાં આવ્યો નથી. તેથી પત્રમાં આપવામાં આવેલી માહિતીને આધારે કોઈ નિર્ણય ન લેવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

વિભાગે જણાવ્યું છે કે TAT પરીક્ષા અથવા રજા અંગે કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવશે તો તેની માહિતી શિક્ષણ વિભાગ તરફથી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ સોશિયલ મીડિયામાં ફરતા મેસેજને બદલે સત્તાવાર જાહેરાત પર જ વિશ્વાસ રાખવો જોઈએ.

Link copied!