Gujarat Tak
BREAKING
Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું પહોંચ્યું ₹1.54 લાખને પાર, જુઓ 1 મહિનાની સરખામણીએ કેટલો ભાવ ઘટ્યો ! | Bra પહેરવાથી Breast Cancer થાય? લક્ષણો શું છે? નિદાન કેવી રીતે થાય? જાણો એક્સપર્ટ પાસેથી | બિગ બોસ 20ની હોટ ફેવરિટ સ્પર્ધક કનિકા કૌરનો પરિવાર જુઓ | જમીન ધારકો માટે મોટો નિર્ણય: ટુકડા ધારાના જૂના કેસોમાં હવે દંડ નહીં ભરવો પડે, જાણો નવા કાયદાના મુખ્ય ફાયદા | લોકરક્ષક કેડરના ઉમેદવારો માટે અગત્યના સમાચાર: 30 સપ્ટેમ્બરથી થશે દસ્તાવેજ ચકાસણીની શરૂઆત, જાણો સાથે રાખવાના ડૉક્યુમેન્ટનું ચેકલિસ્ટ | વિનેશ ફોગાટને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો, વર્લ્ડ ચેમ્પિયનશિપની ટ્રાયલમાં ભાગ નહીં લઈ શકે | Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું પહોંચ્યું ₹1.54 લાખને પાર, જુઓ 1 મહિનાની સરખામણીએ કેટલો ભાવ ઘટ્યો ! | Bra પહેરવાથી Breast Cancer થાય? લક્ષણો શું છે? નિદાન કેવી રીતે થાય? જાણો એક્સપર્ટ પાસેથી | બિગ બોસ 20ની હોટ ફેવરિટ સ્પર્ધક કનિકા કૌરનો પરિવાર જુઓ | જમીન ધારકો માટે મોટો નિર્ણય: ટુકડા ધારાના જૂના કેસોમાં હવે દંડ નહીં ભરવો પડે, જાણો નવા કાયદાના મુખ્ય ફાયદા | લોકરક્ષક કેડરના ઉમેદવારો માટે અગત્યના સમાચાર: 30 સપ્ટેમ્બરથી થશે દસ્તાવેજ ચકાસણીની શરૂઆત, જાણો સાથે રાખવાના ડૉક્યુમેન્ટનું ચેકલિસ્ટ | વિનેશ ફોગાટને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો, વર્લ્ડ ચેમ્પિયનશિપની ટ્રાયલમાં ભાગ નહીં લઈ શકે |
ADVERTISEMENT

જમીન ધારકો માટે મોટો નિર્ણય: ટુકડા ધારાના જૂના કેસોમાં હવે દંડ નહીં ભરવો પડે, જાણો નવા કાયદાના મુખ્ય ફાયદા

ગુજરાત વિધાનસભામાં 'ગુજરાત ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને એકત્રીકરણ કરવા બાબતનો (સુધારા) વિધેયક-2026' સર્વાનુમતે પસાર થયું. મહેસૂલ મંત્રી ઋષિકેશ પટેલે રજૂ કરેલા આ વિધેયકથી લાખો ખેડૂતોને જમીન સંબંધી કાનૂની ગૂંચવણોમાંથી મુક્તિ મળશે. 1948 થી 31 માર્ચ 2026 સુધીના ટુકડા ધારાના ભંગના કેસો દંડ વગર નિયમિત થશે. હવે સમગ્ર રાજ્યમાં 10 ગુંઠાથી નાનો ખેતીનો ટુકડો પાડી શકાશે નહીં અને શહેરી વિસ્તારોને ટુકડા ધારામાંથી મુક્તિ મળી છે.
જમીન ધારકો માટે મોટો નિર્ણય: ટુકડા ધારાના જૂના કેસોમાં હવે દંડ નહીં ભરવો પડે, જાણો નવા કાયદાના મુખ્ય ફાયદા
Priyanka Panchal 11 Sep, 2026 03:45 PM
ADVERTISEMENT

Gujarat Tukda Dhara Amendment Bill 2026: ગુજરાત વિધાનસભા ગૃહમાં 'ગુજરાત ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને એકત્રીકરણ કરવા બાબતનો (સુધારા) વિધેયક-2026' સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. મહેસૂલ મંત્રી ઋષિકેશ પટેલે આ વિધેયક ગૃહમાં રજૂ કર્યું હતું. આ નવા સુધારાથી રાજ્યના લાખો ખેડૂતો, જમીન ધારકો અને ખરીદદારોને જમીન સંબંધી કાનૂની ગૂંચવણોમાંથી મોટી મુક્તિ મળશે.

વિધેયકની મુખ્ય જોગવાઈઓ અને મહત્ત્વના નિર્ણય

કોઈપણ દંડ વગર ભંગ નિયમબદ્ધ થશે

વર્ષ 1948થી લઈને 31 માર્ચ 2026 સુધીમાં ટુકડા ધારાના કાયદાનો ભંગ થયો હોય કે નિયમ કરતા નાના ટુકડા પડ્યા હોય, તેવા તમામ જૂના કેસોને કોઈપણ જાતના દંડ કે પ્રીમિયમ વગર વિનિયમિત (રેગ્યુલાઈઝ) કરવામાં આવશે. અગાઉ 10% જંત્રી પેનલ્ટી ભર્યા પછી પણ વ્યવહાર 'ફોક' ગણાતા હતા, જે હવે કાયદેસર થશે.

સમગ્ર રાજ્યમાં 10 ગુંઠાનું સમાન ક્ષેત્રફળ

નવી કલમ-5(4) હેઠળ અગાઉ પિયત, બિનપિયત કે બાગાયત જમીન માટે અલગ-અલગ માપદંડો હતા, તેને દૂર કરીને હવે સમગ્ર રાજ્યના ગ્રામીણ વિસ્તારો માટે માનક વિસ્તાર (સ્ટાન્ડર્ડ એરિયા) 10 ગુંઠા (1012 ચો.મી.) નક્કી કરાયો છે. હવેથી 10 ગુંઠાથી નાનો ખેતીની જમીનનો ટુકડો પાડી શકાશે નહીં.

શહેરી વિસ્તારો ટુકડા ધારામાંથી મુક્ત

મહાનગરપાલિકા, નગરપાલિકા અને અર્બન/એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (UDA/RUDA) ના વિસ્તારોને ટુકડા ધારામાંથી સંપૂર્ણપણે મુક્તિ આપી દેવામાં આવી છે. આ નિર્ણયથી શહેરી વિસ્તારોમાં બિનખેતી (NA), બાંધકામ પરમિશન અને જમીન લે-વેચની પ્રક્રિયા વધુ ઝડપી બનશે.

મહેસૂલ મંત્રીએ ગૃહમાં માહિતી આપતા જણાવ્યું હતું કે અગાઉ સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમને હવે કાયદાકીય સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ સુધારાથી રેવન્યુ કોર્ટમાં વર્ષોથી પેન્ડિંગ ચાલી રહેલા ટુકડા ધારાના કેસોનો કાયમી નિકાલ આવશે અને જમીનના ટાઈટલ ક્લિયર થશે.

Link copied!