Gujarat Tak
BREAKING
ગુજરાત સરકારની મોટી જાહેરાત: ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારીની 350 નવી જગ્યાઓ મંજૂર | ખેડૂતો માટે મોટા સમાચાર: મગફળી સહિત 4 પાકની ટેકાના ભાવે ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી નોંધણી, જાણો ભાવ અને સંપૂર્ણ પ્રક્રિયા | ભાવનગરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઝોનલ મેનેજર પોસ્ટ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2026 | GSSSB CCE Call Letter 2026 OUT: આ રીતે કરો ડાઉનલોડ | Gujarat Police Bharti: LRD ઉમેદવારો માટે મોટા સમાચાર, પરીક્ષામાં 388 ઉમેદવારોને બોર્ડ દ્વારા ગેરલાયક ઠરાવ્યા, જાણો તમારું નામ લીસ્ટમાં છે કે નહીં? | આ અઠવાડિયામાં આવીરહ્યા છે નવા 15 IPO, કયો ભરવો અને કયો ન ભરવો? જાણો માહિતી | ગુજરાત સરકારની મોટી જાહેરાત: ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારીની 350 નવી જગ્યાઓ મંજૂર | ખેડૂતો માટે મોટા સમાચાર: મગફળી સહિત 4 પાકની ટેકાના ભાવે ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી નોંધણી, જાણો ભાવ અને સંપૂર્ણ પ્રક્રિયા | ભાવનગરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઝોનલ મેનેજર પોસ્ટ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2026 | GSSSB CCE Call Letter 2026 OUT: આ રીતે કરો ડાઉનલોડ | Gujarat Police Bharti: LRD ઉમેદવારો માટે મોટા સમાચાર, પરીક્ષામાં 388 ઉમેદવારોને બોર્ડ દ્વારા ગેરલાયક ઠરાવ્યા, જાણો તમારું નામ લીસ્ટમાં છે કે નહીં? | આ અઠવાડિયામાં આવીરહ્યા છે નવા 15 IPO, કયો ભરવો અને કયો ન ભરવો? જાણો માહિતી |
ADVERTISEMENT

વાંકાનેરમાં ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત NSS વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ

વાંકાનેરમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત R.N. Doshi Collegeના 60થી વધુ NSS વિદ્યાર્થીઓએ જાગૃતિ રેલી યોજી ટીબી અંગે જનજાગૃતિ ફેલાવી.
વાંકાનેરમાં ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત NSS વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ
GujaratTak Desk 25 Aug, 2026 02:00 PM
ADVERTISEMENT

વાંકાનેર, મોરબી: ટીબી સામેની લડાઈ માત્ર આરોગ્ય વિભાગની જવાબદારી નથી, પરંતુ સમગ્ર સમાજની સહભાગિતાથી જ ‘ટીબી મુક્ત ભારત’નું સ્વપ્ન સાકાર થઈ શકે છે. આ સંદેશને લોકો સુધી પહોંચાડવાના હેતુથી તા. 25 ઓગસ્ટ, 2026ના રોજ વાંકાનેર તાલુકામાં ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત Shri H.N. Doshi Arts & Commerce Collegeના NSSનાં વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

TB Mukt Bharat Abhiyan Reli Wankaner R N Doshi Collage Wankanerમોરબી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી સ્વપ્નિલ ખરે સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદ્યાસાગર સાહેબના માર્ગદર્શન તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પી.કે. શ્રીવાસ્તવ સાહેબ અને જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ધનસુખ અજાણા સાહેબના દિશા-નિર્દેશ હેઠળ યોજાયેલી આ રેલીમાં 60થી વધુ NSS વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

રેલીનો પ્રારંભ R.N. Doshi Arts College ખાતેથી કરવામાં આવ્યો હતો. NSSના વિદ્યાર્થીઓ હાથમાં ટીબી અંગે જાગૃતિ ફેલાવતા બેનરો અને સંદેશાઓ સાથે રેલીમાં જોડાયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા રસ્તા પર સૂત્રોચ્ચાર કરી નાગરિકોમાં ટીબી અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુવાનોના ઉત્સાહ અને સામૂહિક સૂત્રોચ્ચારથી રેલી દરમિયાન ‘ટીબી મુક્ત ભારત’નો સંદેશ અસરકારક રીતે લોકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

TB Mukt Bharat Abhiyan Reli Wankaner R N Doshi Collage Wankanerરેલી દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા “ટીબી હારેગા, દેશ જીતેગા!”, “ટીબીને દુશ્મન અને ટીબીના દર્દીને મિત્ર બનાવો”, “ભેદભાવ મિટાવો, ટીબીના દર્દીને અપનાવો” તેમજ “જન જનનું રાખો ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાન” જેવા વિવિધ જનજાગૃતિ સૂત્રો લગાવવામાં આવ્યા હતા, તેમજ સુત્રો ચાર પણ કરવામાં આવ્યો હતો.

આ સૂત્રો માત્ર રેલી પૂરતા મર્યાદિત ન રહે, પરંતુ સમાજમાં ટીબી અંગેની વિચારસરણીમાં પરિવર્તન લાવે તેવો સંદેશ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવ્યો હતો. ટીબીનો રોગ સંપૂર્ણપણે મટી શકે છે અને સમયસર તપાસ, યોગ્ય સારવાર તથા સારવારનો સંપૂર્ણ કોર્સ પૂર્ણ કરવાથી દર્દી સ્વસ્થ જીવન જીવી શકે છે તે અંગે પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

TB Mukt Bharat Abhiyan Reli Wankaner R N Doshi Collage Wankanerટીબી અંગે સમાજમાં આજે પણ અનેક ગેરમાન્યતાઓ અને ભ્રમ જોવા મળે છે. ખાસ કરીને ટીબીના દર્દીઓ સાથે થતો ભેદભાવ તેમના માટે માનસિક તેમજ સામાજિક મુશ્કેલીનું કારણ બની શકે છે. આથી રેલી દરમિયાન ટીબીના દર્દીથી દૂર રહેવાને બદલે દર્દીની સારવારમાં સહયોગ આપવો અને તેને સામાજિક તથા ભાવનાત્મક ટેકો આપવો જોઈએ તેવો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.

‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત યુવાનોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. NSS સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ પોતાના પરિવાર, મિત્રો અને આસપાસના સમાજમાં ટીબી અંગે સાચી માહિતી પહોંચાડીને જાગૃતિના દૂત બની શકે છે. આ જ હેતુથી વિદ્યાર્થીઓને ટીબીના લક્ષણો અંગે સજાગ રહેવા, શંકાસ્પદ કેસમાં સમયસર આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા તથા ટીબીના દર્દીઓને સારવાર દરમિયાન જરૂરી સહયોગ આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

TB Mukt Bharat Abhiyan Reli Wankaner R N Doshi Collage Wankanerઆ પ્રસંગે જીલ્લા ક્ષય કેન્દ્ર થી District Co Ordinator પીયુષભાઈ જોશી, તાલુકા હેલ્થ સુપરવાઈઝર વી.એચ.માથકીયા, ટીબી સુપરવાઈઝર એન.જી.સાપરા તથા અસ્લમ વી.માથકીયા દ્વારા NSSના વિદ્યાર્થીઓને ટીબી રોગ, તેના નિવારણ, સમયસર નિદાન અને સારવાર અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને આરોગ્ય વિભાગ સાથે સંકલન કરીને ટીબી અંગેની જનજાગૃતિ પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સહભાગી થવા માટે પણ પ્રેરિત કરવામાં આવ્યા હતા.

રેલીમાં જોડાયેલા NSS વિદ્યાર્થીઓએ ‘ટીબી મુક્ત ભારત’ના સંદેશને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા અને ટીબીના દર્દીઓ પ્રત્યે સંવેદનશીલ તથા ભેદભાવમુક્ત વલણ રાખવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓની આ સક્રિય ભાગીદારીથી વાંકાનેર તાલુકામાં ટીબી અંગે જનજાગૃતિ ફેલાવવાના પ્રયાસને વધુ વેગ મળ્યો હતો.

TB Mukt Bharat Abhiyan Reli Wankaner R N Doshi Collage Wankanerઆ સમગ્ર કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર ટીબી અંગે માહિતી આપવાનો નહીં, પરંતુ “ટીબી સામે જાગૃતિ, દર્દી પ્રત્યે સંવેદના અને સારવારમાં સહયોગ”ની ભાવનાને સમાજમાં મજબૂત કરવાનો હતો. યુવાનોની આવી સક્રિય ભાગીદારી ‘ટીબી મુક્ત ભારત’ના સંકલ્પને જનઆંદોલનનું સ્વરૂપ આપવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

TB Mukt Bharat Abhiyan Reli Wankaner R N Doshi Collage Wankanerઆ કાર્યક્રમને સફળ બનાવવા, જિલ્લા કક્ષાના એન.એસ.એસ. પી.ઓ. ડિસ્ટ્રીક.કો.ઓર્ડીનેટર મયૂર જાની જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના સફળ આયોજન માટે ટ્રસ્ટીશ્રી તથા પ્રિન્સિપાલશ્રી ચુડાસમા સાહેબે અભિનંદન પાઠવ્યા હતા.

Link copied!