Gujarat Tak
BREAKING
ગુજરાત સરકારની મોટી જાહેરાત: ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારીની 350 નવી જગ્યાઓ મંજૂર | ખેડૂતો માટે મોટા સમાચાર: મગફળી સહિત 4 પાકની ટેકાના ભાવે ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી નોંધણી, જાણો ભાવ અને સંપૂર્ણ પ્રક્રિયા | ભાવનગરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઝોનલ મેનેજર પોસ્ટ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2026 | GSSSB CCE Call Letter 2026 OUT: આ રીતે કરો ડાઉનલોડ | Gujarat Police Bharti: LRD ઉમેદવારો માટે મોટા સમાચાર, પરીક્ષામાં 388 ઉમેદવારોને બોર્ડ દ્વારા ગેરલાયક ઠરાવ્યા, જાણો તમારું નામ લીસ્ટમાં છે કે નહીં? | આ અઠવાડિયામાં આવીરહ્યા છે નવા 15 IPO, કયો ભરવો અને કયો ન ભરવો? જાણો માહિતી | ગુજરાત સરકારની મોટી જાહેરાત: ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારીની 350 નવી જગ્યાઓ મંજૂર | ખેડૂતો માટે મોટા સમાચાર: મગફળી સહિત 4 પાકની ટેકાના ભાવે ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી નોંધણી, જાણો ભાવ અને સંપૂર્ણ પ્રક્રિયા | ભાવનગરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઝોનલ મેનેજર પોસ્ટ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2026 | GSSSB CCE Call Letter 2026 OUT: આ રીતે કરો ડાઉનલોડ | Gujarat Police Bharti: LRD ઉમેદવારો માટે મોટા સમાચાર, પરીક્ષામાં 388 ઉમેદવારોને બોર્ડ દ્વારા ગેરલાયક ઠરાવ્યા, જાણો તમારું નામ લીસ્ટમાં છે કે નહીં? | આ અઠવાડિયામાં આવીરહ્યા છે નવા 15 IPO, કયો ભરવો અને કયો ન ભરવો? જાણો માહિતી |
ADVERTISEMENT

Tempsens Instruments IPO: આજે અલોટમેન્ટ, GMP 106% પાર, જાણો અલોટમેન્ટ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?

Tempsens Instruments IPOનું આજે મોડી રાત્રે અલોટમેન્ટ થવાનું છે. આ IPOનું ગ્રે માર્કેટ પ્રાઈજ (GMP) ₹317 પર પહોંચ્યું છે. IPO લાગ્યો છે કે નહીં અને સ્ટેટસ કેવી રીતે ચેક કરવો જાણો.
Tempsens Instruments IPO: આજે અલોટમેન્ટ, GMP 106% પાર, જાણો અલોટમેન્ટ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?
GujaratTak Desk 25 Aug, 2026 08:20 AM
ADVERTISEMENT

આજે ખબર પડશે IPO લાગ્યો કે નહીં

Tempsens Instruments IPO માટે આજે, 25 ઓગસ્ટે અલોટમેન્ટ થવાનો છે. જો તમે પણ આ IPOમાં રોકાણ કર્યું છે, તો આજે જાણી શકશો કે તમને શેર મળ્યા છે કે નહીં. IPOને રોકાણકારો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે અને ગ્રે માર્કેટમાં પણ તેનું GMP ચર્ચામાં છે.

20થી 24 ઓગસ્ટ 2026 દરમિયાન ખુલેલા આ IPOને કુલ 184.07 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. રિટેલ કેટેગરી 60.69 ગણો, QIB કેટેગરી 302.88 ગણો અને NII કેટેગરી 314.44 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. કંપનીએ IPO મારફતે ₹650 કરોડ એકત્ર કર્યા છે.

GMP ₹317, સંભવિત લિસ્ટિંગ ₹617

મંગળવારે સવારે ઉપલબ્ધ ગ્રે માર્કેટના સંકેત મુજબ Tempsens Instrumentsનું GMP ₹317 હતું. IPOની અપર પ્રાઇસ બેન્ડ ₹300 હોવાથી GMP આશરે 106% થાય છે.

જો આ GMP લિસ્ટિંગ સુધી યથાવત રહે, તો શેર આશરે ₹617ના ભાવે લિસ્ટ થઈ શકે છે. જોકે GMP માત્ર અનૌપચારિક બજાર સંકેત છે અને તેમાં લિસ્ટિંગ પહેલાં મોટો ફેરફાર થઈ શકે છે.

IPO અલોટમેન્ટ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?

રોકાણકારો KFin Technologies, NSE અથવા BSEની અધિકૃત વેબસાઇટ પરથી અલોટમેન્ટ સ્ટેટસ ચેક કરી શકે છે. KFin Technologies પર PAN નંબર, એપ્લિકેશન નંબર અથવા DP/Client IDની મદદથી સ્ટેટસ જોઈ શકાય છે.

NSE પર Equity પસંદ કરીને Tempsens Instruments પસંદ કર્યા બાદ એપ્લિકેશન નંબર અને PANની વિગતો દાખલ કરીને સ્ટેટસ ચેક કરી શકાય છે.

કંપનીના શેરનું NSE અને BSE પર લિસ્ટિંગ 28 ઓગસ્ટે થવાની સંભાવના છે.

Disclaimer: શેરબજાર અને IPO સંબંધિત માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. રોકાણ કરતા પહેલાં તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. GMP અનૌપચારિક સંકેત છે અને તેને લિસ્ટિંગની ગેરંટી માનવી નહીં.

Link copied!