Gujarat Tak
BREAKING
ગુજરાત સરકારની મોટી જાહેરાત: ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારીની 350 નવી જગ્યાઓ મંજૂર | ખેડૂતો માટે મોટા સમાચાર: મગફળી સહિત 4 પાકની ટેકાના ભાવે ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી નોંધણી, જાણો ભાવ અને સંપૂર્ણ પ્રક્રિયા | ભાવનગરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઝોનલ મેનેજર પોસ્ટ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2026 | GSSSB CCE Call Letter 2026 OUT: આ રીતે કરો ડાઉનલોડ | Gujarat Police Bharti: LRD ઉમેદવારો માટે મોટા સમાચાર, પરીક્ષામાં 388 ઉમેદવારોને બોર્ડ દ્વારા ગેરલાયક ઠરાવ્યા, જાણો તમારું નામ લીસ્ટમાં છે કે નહીં? | આ અઠવાડિયામાં આવીરહ્યા છે નવા 15 IPO, કયો ભરવો અને કયો ન ભરવો? જાણો માહિતી | ગુજરાત સરકારની મોટી જાહેરાત: ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારીની 350 નવી જગ્યાઓ મંજૂર | ખેડૂતો માટે મોટા સમાચાર: મગફળી સહિત 4 પાકની ટેકાના ભાવે ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી નોંધણી, જાણો ભાવ અને સંપૂર્ણ પ્રક્રિયા | ભાવનગરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઝોનલ મેનેજર પોસ્ટ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2026 | GSSSB CCE Call Letter 2026 OUT: આ રીતે કરો ડાઉનલોડ | Gujarat Police Bharti: LRD ઉમેદવારો માટે મોટા સમાચાર, પરીક્ષામાં 388 ઉમેદવારોને બોર્ડ દ્વારા ગેરલાયક ઠરાવ્યા, જાણો તમારું નામ લીસ્ટમાં છે કે નહીં? | આ અઠવાડિયામાં આવીરહ્યા છે નવા 15 IPO, કયો ભરવો અને કયો ન ભરવો? જાણો માહિતી |
ADVERTISEMENT

RTO News: અમદાવાદમાં ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ બની વધુ કડક, AI ટ્રેક મારફતે ટેસ્ટ લેવાતા 80% અરજદાયરો થયા ફેલ

Ahmedabad News: અમદાવાદ RTOના AI આધારિત ટેસ્ટ ટ્રેકમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજદારોની નાની ભૂલ પણ પકડાય છે. જાણો કેમ વધી રહ્યો છે ફેલ થવાનો રેશિયો.
RTO News: અમદાવાદમાં ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ બની વધુ કડક, AI ટ્રેક મારફતે ટેસ્ટ લેવાતા 80% અરજદાયરો થયા ફેલ
GujaratTak Desk 23 Aug, 2026 04:43 PM
ADVERTISEMENT

અમદાવાદમાં હવે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું પહેલાં કરતાં વધુ અઘરું બન્યું છે. સુભાષબ્રિજ અને વસ્ત્રાલ RTOમાં શરૂ કરાયેલા AI આધારિત ટેસ્ટ ટ્રેકમાં અરજદારોની ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન નાની ભૂલ પણ કેમેરાની મદદથી પકડાઈ રહી છે. જેના કારણે ફેલ થનારા અરજદારોની સંખ્યામાં મોટો વધારો થયો છે.

આ બંને RTOમાં અરજદારની ડ્રાઇવિંગ ટેસ્ટ પર નજર રાખવા માટે કુલ 16 કેમેરા લગાવવામાં આવ્યા છે. AI સિસ્ટમ દ્વારા ટ્રેક પર વાહનની મૂવમેન્ટ અને ડ્રાઇવિંગ દરમિયાન થતી ભૂલોનું નિરીક્ષણ કરવામાં આવે છે. ખાસ કરીને રિવર્સ S ટ્રેક (Reverse S track)માં ઘણા અરજદારોને મુશ્કેલી પડી રહી હોવાનું સામે આવ્યું છે.

જૂની સિસ્ટમમાં મળતી છૂટ હવે AI આધારિત ટેસ્ટ ટ્રેકમાં મળતી નથી. અરજદારોના જણાવ્યા પ્રમાણે નાની ભૂલ થાય તો પણ ટેસ્ટમાં ફેલ જાહેર કરવામાં આવે છે. પરિણામે ફરીથી ટેસ્ટ આપવા માટે RTO કચેરીઓમાં અરજીઓનો ભરાવો જોવા મળી રહ્યો છે.

RTO તંત્રનું કહેવું છે કે અરજદારોએ ડ્રાઇવિંગ ટેસ્ટ આપતા પહેલાં પૂરતી પ્રેક્ટિસ કરીને આવવું જોઈએ. અરજદારોને ટેસ્ટની પ્રક્રિયા સમજવામાં સરળતા રહે તે માટે RTO દ્વારા માહિતીસભર વીડિયો પણ તૈયાર કરવામાં આવ્યા છે.

AI આધારિત ટેસ્ટ ટ્રેકનો મુખ્ય હેતુ ડ્રાઇવિંગ કૌશલ્યની વધુ ચોક્કસ અને પારદર્શક ચકાસણી કરવાનો છે. જોકે, નવા ટ્રેકને કારણે અરજદારો માટે લાઇસન્સ ટેસ્ટ પાસ કરવી વધુ પડકારજનક બની છે.

રિપોર્ટર: સુભમ ભટ્ટ (અમદાવાદ)

Link copied!